અમદાવાદમાં જેમને મકાન લાગ્યું હોય તેઓ બીજી વાર ફોર્મ ભરી શકે? આ નિયમ જાણી લેજો

Contact News Publisher

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) EWS-2ની યોજના બહાર પાડી છે જે હેઠળ શહેરમાં 3 ઠેકાણે સસ્તા આવાસની યોજના બહાર પાડી છે જેને માટે આવતીકાલથી ફક્ત ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે. પરંતુ આ બધામાં સૌથી મોટો સવાલ એ છે કે જે લોકોને અગાઉની સ્કીમમાં મકાન લાગ્યાં છે અથવા તો જેઓ હાલમાં આવાસમાં રહે છે તેવા લોકો ભરી ફોર્મ ભરી શકે કે નહીં? આવાસના બ્રોશરમાં એક શરતમાં સ્પસ્ટપણે જણાવાયું છે કે એક વાર ફોર્મ ભર્યા બાદ બીજી વાર ફોર્મ નથી ભરી શકાતું છતાં લોકો ફોર્મ ભરી રહ્યાં છે અને ઘણા લોકોને બીજા વાર પણ મકાનો લાગી રહ્યાં છે.

 

બીજી મકાન અને પૈસા જપ્ત થઈ શકે છે 
જે લોકોને અગાઉની આવાસ યોજનામાં મકાન લાગ્યું છે તેવા લોકો ભરી ફોર્મ ભરી શકવા પાત્ર નથી. અગાઉની યોજનામાં મકાન લાગ્યું હોય અને ફરી ફોર્મ ભર્યું હોય અને નસીબજોગ લાગી જાય અને ધ્યાનમાં આવશે તે મકાન અને ભરેલા પૈસા જપ્ત થઈ શકે છે. મકાનવાળા લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરતાં હોવાનું એએમસીના ધ્યાનમાં આવ્યું હતું જેમાં મૂળ કબજેદાર સિવાયના લોકો રહેતા હોવાનું જણાયાં કબજો પાછી લઈ લેવાની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી હતી.

મકાનવાળાને મકાન મળતાં ભાડાવાળા રહી જાય છે
આવાસ યોજનાને કારણે ગરીબો કે ઓછી આવકવાળા લોકોને સાવ સસ્તામાં મકાન મળી જાય છે તે વાત સાચી પરંતુ સામે પક્ષે આ યોજનામાં એક મોટી ખામી એ પણ છે કે જેમને મકાન હોય તેવો પણ ફોર્મ ભરે છે અને ઘણાને મકાનો લાગતાં હોય છે તેને કારણે જે લોકોને ખરેખર મકાનની જરુર છે અથવા ભાડે રહે છે તેવા લોકો રહી જાય છે. એટલે લોકો સ્વૈચ્છાએ ફોર્મ ન ભરીને જરુરિયાતમંદોને મદદ કરે તે પણ ઈચ્છનીય છે.