ગુજરાતના આ જિલ્લાના ગ્રામજનો ફાવી ગયા, 3 તાલુકાના એકસાથે 38 ગામોને મળશે નર્મદાનું પાણી

Contact News Publisher

સુરેન્દ્રનગર જિલ્લામાં 38 ગામોને નર્મદાનુ પાણી મળશે. 3 તાલુકાના 38 ગામોને નર્મદાનુ પાણી મળશે. જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. સરકારે રજૂઆતોને ધ્યાને લઇ રૂ.348 કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. વઢવાણ, મુળી, સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે. આ ઉપરાંત 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે.

સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી હોય છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં કેનાલો હજુ પહોચી નથી જેને કારણે ખેડૂતો સિંચાઇનો લાભ મળતો નથી. ખાસ કરીને ઉનાળામાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. પીવાના પાણીની અને વપરાસ માટે પણ પાણી પુરતુ મળતુ ન હતું. જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી. સરકાર દ્વારા પણ ખેડૂતોના પાણીના પ્રશ્નને સાંભળી આ મામલે નિરાકરણ લાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ રજુઆત ધ્યાને લઇને રૂ. 348 કરોડની યોજનાને મંજૂરી આપી છે. જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હવે પાણીની સમસ્યા દૂર થશે. વઢવાણ, મુળી, સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે. આ ઉપરાંત 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે.

ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થયો છે. ગુજરાતના જળાશયમાં પણ પાણીની પુષ્કળ આવક થઇ છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીને લીધે સરદાર સરોવર પણ છલકાયો હતો. સરદાર સરોવર થકી ગુજરાતને પીવાનું અને ખેડૂતોને સિચાઇ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યુ છે. ચાલુ સિઝનમાં ઉનાળામાં રાજ્યમાં પાણીની તંગી રહેવાની શક્યતા ઓછી છે. જેને પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવાનું પુરતુ પાણી મળી રહેશે. સિંચાઇ માટે પણ પાણી સરકાર આપી શકે છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ નહેર આધારિત સિચાઇ પાણી પુરુ પાડવામાં આવે છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા આ પાણી અપાશે.