હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું’, પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે રાજ શેખાવતના પાર્ટીને ‘રામ-રામ’

Contact News Publisher

રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.કરણી સેનાના પ્રમુખે ભાજપનાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા વિવાદ વધવા પામ્યો છે. ત્યારે ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પુરુશોત્તમ રુપાલા દ્વારા કરેલ વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુશોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાનાં પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવી વિરોધ કર્યો હતો.