ટ્રેનની સફરમાં હવે ગરીબ-મધ્યમ વર્ગનો મરો, એસી કોચના ડબ્બા વધ્યા, ભાડું બે ગણું

Contact News Publisher

અમદાવાદથી ઉપડતી પૈકીની મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર કોચની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી દેવાયો છે. જેની સામે એસી કોચની સંખ્યા વધારી દેવાઈ છે. જેને કારણે મુસાફરોને હવે ડબલથી પણ વધુ ભાડું ચૂકવવાનો વારો આવ્યો છે.આ નિર્ણયથી મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. તેમજ બંધ કરાયેલા સ્લીપ કોચને ફરીથી વધારવા માટેની માગણી કરાઈ રહી છે.

રેલવેની જ એક સમિતિ, ડીઆરયુસીસીના પૂર્વ સભ્ય કશ્યપ વ્યાસે આ સંદર્ભમાં રેલવેમાં આઈટીઆઈ કરી હતી. જેના જવાબમાં રેલેવે દ્રારા ચોંકાવનારી માહિતી અપાઈ છે. જેમકે લાંબા અંતરની હાવડા ટ્રેનમાં પહેલા 10 સ્લીપર કોચ હતા જે હવે ઘટાડીને માત્ર પાંચ કરી દેવાયા છે. નવજીવન એક્સપ્રેસના 10 સ્લીપર કોચ ઘટાડીને 5 કરાયા છે. જ્યારે હરીદ્રાર એક્સપ્રેસના 10 કોચમાંથી 6,દીલ્હી જતી આશ્રમ એક્સપ્રેસના 12 માંથી 6, મુંબઈ જતા ગુજરાત મેલના 8માંથી 6 અને મુંબઈ જતી લોકશક્તિ ટ્રેનના 10માંથી 6 કોચને ઘટાડી દેવાયા છે.

સ્લીપર કોચ ઘટાડાની સામે રેલવેએ આ તમામ ટ્રેનમાં એસી કોચની સંખ્યામાં વધારો કરી દીધો છે. જેમાં હાવરામાં 3 ટાયરના ચાર કોચ વધાર્યા છે. નવજીવનમાં ઈકોનોમીના 3 અને બાકીની ટ્રેનોમાં ઈકોનોમીના 2-2 કોચ વધાર્યા છે.
અત્રે નોંધનીય છે કે,દરેક ટ્રેનમાથી બીજા વર્ગના 50 ટકા કોચ ઓછા કરવાથી મધ્યમવર્ગની પ્રજાને હવે મુસાફરી કરવી મોંઙી પડી છે. ઉપરાંત દરેક ટ્રેનમા તત્કાલ ક્વોટા,પ્રીમિયમ તત્કાલ એટલે જનરલ પ્રજાને જવા માટેનો ક્વોટા 70 ટકા ઘટી ગયો છે. સરકાર બધી રીતે કમાઇ લેવા માગે છે. સીઝનલ ઇમર્જન્સી ક્વોટાની 85 ટકા ટિકિટ તો રેલ મંત્રાલય માગી લે છે. ઘણીવાર તો અધીકારી ઓન ડ્યુટી સ્ટાફને પણ રીઝર્વેશન આપી શકતા નથી તથા કિડનીના દર્દીઓને એસીના બદલે સ્લીપરમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. આવો નિર્ણય શા માટે અને કોને લીધો તે જાણવા માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા પણ કોઈ અધિકારીએ સરકારી ફોન ઉઠાવવાની તસ્દી પણ લીધી નહોતી.

Exclusive News