ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં બેનું મોત, 2 ઇજાગ્રસ્ત, એક બનાવ વાપી નજીક તો બીજો બન્યો અમીરગઢમાં

Contact News Publisher

વાપી નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. 2 કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વાહન ધડાકાભેર અથડાતા 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

અકસ્માતમાં 1નું મોત,1 વ્યક્તિ ઈજાગ્રસ્ત

બનાસકાંઠાનાં અમીરગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. મહાદેવીયા ગામ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળના આંબાવાડી ગામે હીટ એન્ડ રન

સુરતમાં માંગરોળના આંબાવા઼ડી ગામે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ટ્રક ચાલકે બળદગાડાને અડફેટે લેતા 1 મોત નિપજ્યુ છે.અકસ્માત બાદ ટ્રચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે.પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.