ઉમેદવાર બદલ્યા બાદ પણ વડોદરા ભાજપમાં ભડકો! મામલો પહોંચ્યો કમલમ મોવડી મંડળ, જાણો વિવાદ

Contact News Publisher

વડોદરા ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે…વડોદરા લોકસભા બેઠક પર વધુ એક વિવાદ સામે આવ્યો છે…શહેર ભાજપના જૂથવાદમાં બે આગેવાનોએ પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ કક્ષાએ જાણ કરી છે…વડોદરા લોકસભાના ઇન્ચાર્જ  ભરત શાહ અને મધ્યસ્થ કાર્યાલય ઇન્ચાર્જ કનુભાઈ ત્રિવેદીએ જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગ કરતા રાજકારણ ગરમાયું છે…બંને પીઢ કાર્યકરોએ કમલમમાં જઈ પોતાના મનની વાત કરી હતી.

મહત્વપૂર્ણ છે કે વડોદરા લોકસભા સીટ આ વખતે રંજનબેન ભટ્ટને લઇને થયેલા વિવાદ બાદથી ચર્ચામાં છે. ભાજપે સૌ પ્રથમ આ બેઠક પર રંજનબેન ભટ્ટને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ બાદમાં તેમના નામને લઇને ભાજપમાં ખાસ્સો વિરોધ થયો હતો.. તેમના નામનો સૌથી વધારે વિરોધ કરનાર વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દો પરથી અને પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.. તેમણે સવાલ કર્યો છે. રંજનબેનને ટિકિટ આપવામાં પક્ષની કઈ મજબુરી છે. રંજનબેનના કાર્યકાળમાં વડોદરાનો વિકાસ રૂંધાયાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.. એક તરફ પક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા તો બીજી તરફ રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો, જે બાદ વડોદરા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા હતા.