સુરત બન્યું ગુજરાતનું ક્રાઇમ કેપિટલ, છેલ્લા 3 દિવસમાં જ 8 લોકોની હત્યા થઇ, પોલીસ સવાલના ઘેરામાં

Contact News Publisher

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે…છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં હત્યાના બનાવો વધ્યા છે.  છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં 8 લોકોની હત્યા થઈ છે..ગઈકાલે મોડી રાત્રે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે…અલથાણ બેસુ વિસ્તારમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા નાનુ પટેલ ઉર્ફે નાનીયા નામના વ્યક્તિની વેસુના આગમ શોપિંગ વોર્ડમાં હત્યા કરવામાં આવી છે…

હજુ બે દિવસ પહેલાજ સુરતમાં માતા દ્વારા તેના ત્રણ વર્ષના માસુમ પુત્રની હત્યાની ઘટના સામે આવી હતી. પરિણીત મહિલા પતિને છોડીને 3 વર્ષના પુત્રને લઈને પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી.  જે બાદ પતિએ પત્ની અને તેના પ્રેમી સામે રાજસ્થાનમાં પુત્રના અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ બાદ મહિલા અને પ્રેમીની ધરપકડ કરીને બાળક વિશે પૂછપરછ કરતા તેની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી 25 દિવસ બાદ પોલીસને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.. બંનેએ પોલીસને જણાવ્યું કે, રાજસ્થાન ભાગતા પહેલા તેમણે 3 વર્ષના બાળકની હત્યા કરી નાખી હતી અને જે કન્સ્ટ્રક્શન સાઈટ પર તેઓ કામ કરતા હતા તેની બાજુમાં પાણીનો ખાડો હતો જેમાં બાળકની લાશને નાખી દીધી હતી.

આ ઉપરાંત બુધવારે મોડી રાતે સુમુલ ડેરી રોડ ઉપર રિક્ષાચાલકની હત્યાનો બનાવ નોંધાયો હતો. મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવતા સુમુલ ડેરી રોડ રેલવે પાર્સલ ઓફિસ પાસે મોડી રાતે એક રીક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ શેરુ યાદવ હોવાનું સામે આવ્યું હતું.

Exclusive News