‘પહેલા ચૂંટણી આવે તો અર્થતંત્ર ક્યાં જશે તેવા પ્રશ્નો હતા પણ હવે તો..’: CM ભૂપેન્દ્ર પટેલ

Contact News Publisher

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત અમદાવાદ જિલ્લા અને શહેરના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

CM ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું ?

જે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, પહેલા ચૂંટણી આવે તો અર્થતંત્ર ક્યાં જશે તેવા પ્રશ્નો થતા હતા, હવે કોઈ આવુ બોલતા નથી.  તેમણે કહ્યું કે, લોકોને મોદી પર વિશ્વાસ આવ્યો છે. દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે બેરોજગારીનો મુદ્દો આવે, પરંતુ બેરોજગારીમાથીં નીકળવાની વ્યવસ્થા શું એ તો કોઈ એ કીધું જ નહિ. 2003માં વાઇબ્રન્ટ કર્યું અને દેશ દુનિયાનો વેપાર ગુજરાતમાં આવ્યો. 500 કંપનીઓમાંથી વિશ્વની 100 કંપનીઓ ગુજરાતમાં આવી છે

 હું મૃદુ નથી પણ મક્કમ છું:સી આર પાટીલ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, હું મૃદુ નથી પણ મક્કમ છું. મૃદુ હોય તો આ લોકો મને ગાંઠે પણ નહિ. આજની મિટિંગ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણી તાકાત કઈ દિશામાં જવી જોઈએ એ નક્કી કરવાનું છે. 20 બેઠકો 5000થી ઓછી લીડથી હાર્યા હતા. 1.13 કરોડ પ્રાથમિક સદસ્યો છે. 74 લાખ પેજ કમિટીના સભ્યો છે.  74 લાખ ઘરમાં એક-એક કાર્યકર્તા બેઠો છે. એક ઘરમાં 3 મત મળતો થાય તો 2.22 કરોડ મત ભાજપને મળે. તેમણે ઉમેર્યું કે, 1.68 કરોડ મત કેમ મળ્યા ?