વડોદરામાં ખોટા પૂરાવા આપી ભેજાબાજે કાર ભાડે મેળવી, બંધ ઘરમાં ચોરીની સાથે વાહન પણ ચોરતો

Contact News Publisher

જો તમે પણ કોઈને ગાડી ભાડે આપતા હોય તો ચેતી જજો. કેમ કે, હાલમાં ભેજાબાજો બનાવટી આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સના આધારે ફોરવ્હીલ ભાડે મેળવી ઠગાઈ આચારી અન્ય ગુનામાં તેનો ઉપયોગ કરતા હોવાનું વડોદરામાં સામે આવ્યું છે. ઠગાઈના ગુનામાં, ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા શખસની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ સેલ્ફ ડ્રાઈવિંગની ઓફિસેથી ખોટા પૂરાવા આપી કાર ભાડે મેળવી હતી. બાદમાં બંદ મકાનમાં અને દુકનામાં ચોરી કહી હતી. તેમજ વાહનની ચોરી કરી હોવાનું પણ ખુલ્યું છે.

ઇનોવા કાર ભાડે લીધી હતી
હરણી પોલીસ સ્ટેશનમાં 26 માર્ચના રોજ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ફોરવ્હીલ સેલ્ફ ડ્રાઇવિંગની ઓફિસમાં નોકરી કરે છે. 6 માર્ચના રોજ એક અજાણ્યો શખસ ફરિયાદીની ઓફિસે આવ્યો હતો અને 15 દિવસ માટે સેલ્ફ ડ્રાઈવિંગ માટે ગાડીની જરૂર છે તેવું જણાવ્યું હતું. બાદમાં આરોપીએ ટોયોટો અર્બન ક્રુઝર કાર (કિંમત રૂ. 5,50,000) ભાડા પર લઈ જવા પસંદ કરી હતી.

ફોન અને કારનું GPS બંધ કરી દીધું હતું
આરોપીએ ઓળખ અંગેના આધાર પૂરાવા તરીકે ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ અને મોબાઇલ નંબર આપી ફરીયાદીનો વિશ્વાસ કેળવી કારનું બે દિવસનું ભાડુ ચૂકવી દીધું હતું. બે દિવસ બાદ બીજા નાણા ચૂકવી આપવાનું જણાવી કાર મેળવી લીધી હતી. બાદમાં ફરીયાદીએ બે દિવસ બાદ આરોપીને વારંવાર ફોન કરતા આરોપીએ ફોન અને કારનું GPS બંધ કરી દીધું હતું. આરોપીએ આપેલા ઓળખના દસ્તાવેજી પૂરાવા તપાસ કરતા બનાવટી હોવાનું સામે આવતા આખરે હરણી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.