બોરસદની કોર્ટમાં ચેમ્બરમાં ઘુસી એક શખ્સે જજ પર કર્યો હુમલો

Contact News Publisher

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલી બોરસદ કોર્ટમાં જજ પર હુમલાની ઘટના ઘટી છે. બપોરના સમયે એક શખ્સે જજની ચેમ્બરમાં ઘુસી તેમના પર હુમલો કર્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ બોરસદના સીંગલાવ રોડ ઉપર આવેલી કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ એમ.ડી નંદાણી પર તેમની ચેમ્બરમાં ઘુસી એકે શખ્સે હુમલો કર્યો હતો અને બાદમાં ફરાર થયો હતો.

ઘટનાને લઈ બોરસદ પોલીસ કોર્ટ ખાતે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. કોર્ટમાં જજ પર હુમલો થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ કોર્ટના જજો અને વકીલોમાં ભારે આક્રોશ છે.

Exclusive News