ED બાદ હવે NIAની ટીમ પર હુમલો, વાહનમાં કરવામાં આવી તોડફોડ, 2 અધિકારીઓ થયા ઘાયલ

Contact News Publisher

લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIA અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા એક અધિકારી ઘાયલ થયા હતા.

પોલીસને જાણ કરી હતી છતાં પણ….
આ ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. NIA ટીમ દ્વારા માનવેન્દ્ર જાના અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NIA અધિકારીઓ મોનોબ્રોતો જાનની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. NIA સૂત્રએ જણાવ્યું કે, દરોડા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ઘટના અંગે NIA દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Exclusive News