અમદાવાદના આ વિસ્તારના લોકોને પડ્યો ફટકો, 3 વર્ષથી અપાતી ટેક્સ છૂટ થઈ બંધ

Contact News Publisher

અમદાવાદનાં બોપલ-ઘુમા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ પુરો લેવાની મહાનગર પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે બોપલ-ઘુમા વિસ્તારમાં નાગરિકોને પુરો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી. ત્યારે હવે બોપલ-ઘુમામાં કરદાતાઓને આ વર્ષે રિબેટનો લાભ નહી મળે. 2021 માં બોપલ-ઘુમા નગરપાલિકાને કોર્પોરેશનમાં ભેળવી હતી.

ત્રણ વર્ષ દરમ્યાન કેટલા ટકા પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળી
ત્રણ વર્ષ દરમ્યાન બોપલ-ઘુમાનાં હજારો પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સમા રાહત આપવામાં આવી હતી. જેમાં બોપલ-ઘુમામાં પ્રોપર્ટી ટેક્સમાં 2021-22 માં 75 ટકા વળતર અપાયું હતું. જ્યાપો વર્ષ 2022-23 માં 50 ટકા વળતર જ્યારે 2023-24 માં 25 ટકા વળતર અપાયું હતું.

2021-22 ના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને 75 ટકા રાહત
નાણાકીય વર્ષ ર૦ર૧-રરના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭પ ટકા રાહત આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-24 માં રપ ટકા વળતર અપાયું હતું. બોપલ-ઘુમાના ૪૦ હજાર જેટલા પ્રોપર્ટી ટેકસધારકોને આ રાહતનો લાભ મળ્યો હતો.

Exclusive News