ગાડીનાં હપ્તા ભરવા બોપલમાંથી કરી 4 લાખની ચોરી, એક ભૂલ પોલીસના સકંજામાં આવ્યા સુકો-બાલો

Contact News Publisher

અમદાવાદ બોપલમાં થયેલ ચોરીનો અઠવાડિયા બાદ ભેદ ઉકેલાયો છે. નિવૃત્ત વૃદ્ધ દંપતીનાં મકાનમાંથી 6 લાખની ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોરી કરનાર બન્ને શખ્સો ધોળકાના રહેવાસી છે. આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલાની ધરપકડ કરાઇ છે.

પોલીસે કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
તેણે ગાડીનાં હપ્તા ભરવા મિત્ર સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. મિત્ર સુરેશ ઉર્ફે સુકો મકવાણાની પણ ધરપકડ કરાઇ છે. જો કે સુકો મકવાણા રીઢો ગુનેગાર છે આ અગાઉ પણ ચોરીના ગુનામાં પકડીયેલ છે. આ બંન્ને શખ્સોએ દિવસ દરમિયાન રેકી કરી હતી. ત્યાર બાદ મોકો મળતા રાત્રે ચોરી કરી હતી. મહત્વનું છે આ બન્ને શખ્સો ચોરેલો માલ અમદાવાદ વહેંચવા આવતા પોલીસના સકંજામાં આવી ગયા હતા. પોલીસે કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાડીનાં હપ્તા ભરવા મિત્ર સાથે મળી કરી હતી ચોરી
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા મૂળ ધોળકાના રહેવાસી છે અને જે બન્ને મિત્રો છે. આરોપી સુરેશ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો છે. આરોપીને પૈસાની જરૂર હતી તેમજ તેનો મિત્ર અનિલ વાઘેલાએ નવી ઇકો ગાડી લોન પર લીધી હતી. લોનનાં હપ્તા ભરવા માટે તેને પૈસાની જરૂર હતી. જેથી બંને અમદાવાદ ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ત્રીજી એપ્રિલનાં રોજ બપોરના સમયે બન્ને આરોપી ઇકો ગાડી લઈને ચોરી કરવા માટે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આવ્યા હતા. બોપલ બ્રિજ નીચે ગાડી પાર્ક કરીને બન્ને આરોપી બ્રિજ નજીક રેકી કરી હતી જે બાદ રાત્રિના સમય ઇકો ગાડીમાં સૂઈ ગયા હતા અને બાદમાં મોડી રાત્રે બોપલ આંબલી રોડ પાસે એક બંગલાને ટાર્ગેટ કર્યો હતો. બંગલા પ્રવેશ કરી મુખ્ય દરવાજાનો લોક તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ઇકો ગાડીમાં નાસી છૂટયા હતા. એક અઠવાડિયા બાદ ચોરીનો મુદ્દામાલ વેચવા અમદાવાદ આવતા જ પોલીસના હાથે પકડાઈ ગયા હતાં.

Exclusive News