એક તરફ આકરો ઉનાળો બીજી તરફ અનિયમિત અને પ્રદુષિત પાણી, ભાવનગરના શહેરીજનો પરેશાન

Contact News Publisher

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતું પાણી અનિયમિત અને પ્રદુષિત હોવાની ફરિયાદો ચિત્રાફુલસર વિસ્તાર તેમજ કુંભારવાડા અને જોગીવાડની ટાંકી વિસ્તારમાં ઉઠવા પામી છે જો કે મનપા નો દાવો છે કે હાલ કોઈ વિસ્તારમાં પાણી કાપ આપવામાં આવ્યો નથી.

નારી ગામમાં છેલ્લા 20 દિવસથી દુષિત અને દુર્ગંધયુક્ત પાણીની ફરીયાદ
ભાવનગરના ટેક્સ ચુકવતા લોકોને પીવાનું પાણી સમયસર અને શુદ્ધ આપવાની જવાબદારી મહાનગર પાલિકાની છે. કેટલાક વિસ્તારમાં ઉનાળાના પ્રારંભમાં જ પાણી નહીં મળતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, બીજી તરફ બાજુમાં આવેલા નારી ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની લાઈનમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળતુ હોવાની ફરિયાદ ઉઠી છે, શહેરના અન્ય વિસ્તરામાં પણ રહીશોને પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે.

અધિકારીઓનું કહેવું છે કે હાલ શહેરમાં 175 એમએલડી પાણી અપાય છે
ભાવનગર થી ૧૫ કિલોમીટર દૂર આવેલા અને વર્ષ-2015માં ભાવનગર મહાનગર પાલિકામાં ભળી ગયેલા નારી ગામમાં લોકોને અનિયમિત તેમજ અનેક વિસ્તારોમાં દુષિત પીવાનું પાણી મળે છે આ બાજુ કુંભારવાડા ,ચિત્ર ફુલસર અને જોગીવાડ ની ટાંકીમાં પણ પાણી ની સમસ્યા છે જો કે અધિકારી નું કહેવું છે કે હાલ શહેરમાં 175 એમ એલ ડી પાણી આપવામાં આવી રહ્યું છે અને જ્યાં સમસ્યા હોઈ ત્યાં ટેન્કર થી પાણી મોકલીએ છીએ.