અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે, 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

Contact News Publisher

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. અને સાત તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોધાવી છે. ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર કરી રહ્યા છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.

ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે અમિત શાહ
અમિત શાહના ફોર્મ ભરતી વખતએ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ અને લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ તેમની સાથે ઉપસ્થીત રહેશે. અમિત શાહ બે દિવસ અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેશે. 18-19 એપ્રિલ અમિત શાહ ગુજરાતમાં રહેશે. તેમના બે દિવસના પ્રચારના કાર્યકમ તૈયાર કરાયા છે.