અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, શહેરના અનેક વિસ્તારમાં ફૂંકાયો તેજ પવન, જુઓ વીડિયો

Contact News Publisher

અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીના દિવસોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. .શહેરમાં તોફાની પવન સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો.. વાતાવરમમાં અચાનક પલટો આવી વરસાદી માહોલ સર્જાતા રવિવારની રજાની સાંજે બહાર જવાનું આયોજન કરનારા લોકોએ મોટેભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું જો કે વાતાવરણમાં પલટાથી અમદાવાદીઓને આકરી ગરમીમાં રાહત મળી છે.

હવામાન વિભાગે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે., હવામાન વિભાગ દ્વારા કચ્છ,બનાસકાંઠા,પાટણ,સુરેન્દ્રનગર,દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. સાથે જ મોરબી,સાબરકાંઠા,મહેસાણા,અમરેલી,રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.