જાનને સ્માશનમાં ઉતારો, વર-કન્યા ફરશે ઉંધા ફેરા, રાજકોટમાં યોજાશે અનોખા લગ્ન, જાણો કારણ

Contact News Publisher

દરેક લોકો પોતાના લગ્ન માટે ખુબ ઉત્સુક હોય છે. લગ્નના વર્ષો પહેલાથી લોકો લગ્નની તૈયારી કરતા હોય છે. અમુક લોકો લગ્નમાં સેલિબ્રિટિને બોલાવે છે, તો અમુક લોકો હેલિકોપ્ટરમાં જાન લઈને જતા હોય છે.

કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું સ્વાગત કરશે
રાજકોટનાં રામોદ ગામે સ્મશાનમાં લગ્ન યોજાશે. ત્યારે રામોદ ગામની પાયલ રાઠોડનાં લગ્ન જયેશ સરવૈયા સાથે થશે. ગામમાં આવતી જાનને સ્મશાનમાં ઉતારો અપાશે. તેમજ બુધવારે રામનવમીનાં દિવસે જાન આવશે. લગ્નનું મુહૂર્ત અને ચોઘડિયા વિનાં ઊંઘા ફેરા સાથે લગ્ન કરવામાં આવશે. કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું સ્વાગત કરશે. તેમજ વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીનાં બદલે બંધારણનાં સોગંધ લેશે.

Exclusive News