ગુજરાતમાં આજથી ઉમેદવારો કરશે ફોર્મ ભરવાની શુભ શરૂઆત, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ કઇ? જાણો

Contact News Publisher

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. તેમજ ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા જીત માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભાજપનાં ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવામાં આવનાર છે. ભાજપનાં ઉમેદવારો વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.

આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત
આજથી ભાજપ ઉમેદવાર ફોર્મ ભરવાની શરૂઆત કરશે. ત્યારે આજે અમદાવાદ પૂર્વનાં ભાજપ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. 12.39 નાં શુભ મુર્હતમાં જીલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરશે. ભાજપનાં ઉમેદવાર હસમુખ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે હસમુખ પટેલની સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભાજપનાં ઉમેદવાર સહિત અન્ય ઉમેદવારો પણ આજે ઉમેદવારી નોંધાવશે. આજે ફોર્મ ભર્યા બાદ 20 તારીખે ફોર્મની સંપૂર્ણ ચકાસણી થશે. 22 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે.

ચૂંટણી પંચ દ્વારા બહાર પાડેલ જાહેરનામુ
લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા તારીખ તા. 19.4.2024 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 છે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 છે. જ્યારે મતદાનની તા. 7.5.2024 તેમજ મતગણતરીની તારીખ તા. 4.6.2024 છે.