આ છે પેટલાદનો રેલવે ઓવરબ્રિજ, જેનું કામકાજ 2016થી ચડેલું છે ખોરંભે, આખરે કેમ, સાંભળો સ્થાનિકોના મુખે

Contact News Publisher

વિકાસના કામ થાય ત્યાં થોડી અગવડો પડવાની. પરંતુ તે વિકાસનું કામ 8-8 વર્ષ સુધી પુરું ન થાય તો? આવું જ કાંઈક પેટલાદમાં સામે આવ્યું છે. જ્યાં ખોરંભે ચડેલ રેલવે ઓવરબ્રિજનું કામ લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. ત્યારે કેમ 8 વર્ષમાં ન બની શક્યો ઓવરબ્રીજ તે એક પ્રશ્ન છે.

ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે કામ
નડિયાદ-ખંભાતને જોડતા મહત્વના માર્ગ પર પેટલાદ પાસે બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ 2016 માં મંજૂર થયું હતું. અને જેતે સમયે કામ પણ પૂરપાટ ગતિએ શરૂ થયું હતું. પરંતુ તે પછી કામની ગતિ એટલી મંથર બની ગઈ કે, આજે 8-8 વર્ષે પણ બ્રિજનું કામ પુરું નથી થયું. અને જે ડાયવર્ઝન આપ્યું છે તે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. લોકો કેટલી હદે પરેશાન છે.

ડાયવર્ઝનના કારણે સ્થાનિકો પરેશાન
વિકાસના કામ શરૂ થાય અને પછી મંથર ગતિ પકડી લે તેમાં કોઈ નવાઈ નથી. બ્રિજની કામગીરીને લઈને પેટલાદ શહેરમાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ત્યાં પણ એક બ્રિજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેથી લોકો પરેશાન છે. આ સરકારમાં વિકાસની વાતો તો ખુબ થાય છે. તો પછી વિકાસની ગતિ ધીમી કેમ પડી જાય છે. હાલ તે સૌથી મોટો સવાલ છે. ત્યારે જોવાનું એ રહેશે કે, મંથર ગતિએ ચાલતા બ્રિજના કામને વેગ ક્યારે મળે છે. અને લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવે છે.