‘સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટૂંક સમયમાં…’, પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે શું બોલ્યા માંધાતાસિંહ?

Contact News Publisher

લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ પ્રધાનમંત્રી મોદીને સમર્થન કર્યું છે. રાજવી માંધાતાસિંહે પ્રધાનમંત્રીને સમર્થન કરવા સાથે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે. જેથી 2024ની ચૂંટણી સનાતન ધર્મ માટેની ચૂંટણી છે.

ભારતના પ્રધાનમંત્રી મોદી 18 કલાક કામ કરે છે સાથે તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. જેથી આપણે તમામે સાથે મળીને પ્રચંડ પ્રચાર કરવા સાથે મતદાન કરવાની જરૂર છે. વધુમાં તેમણે રૂપાલાના વિવાદ અંગે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે ટુંક સમયમાં આ વિવાદનું નિરાકરણ આવશે.

માંધાતાસિંહે નિવેદન આપતા કહ્યું કે, બધા સાથે મળીને પ્રચંડ પ્રચાર અને મતદાન કરીએ. અત્યારે સનાતન માટે સારો યુગ આવ્યો છે. માંધાતાસિંહે કહ્યું કે, અયોધ્યા, દ્વારકા અને અન્ય જગ્યાએ મંદિરનો વિકાસ થયો છે. આ તરફ રૂપાલાના વિરોધ અંગે માંધાતાસિંહે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટુંક સમયમાં વિવાદનું નિરાકરણ આવશે. આ સાથે માંધાતાસિંહે કહ્યું કે, ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે મેં ઘણા વિચારો કર્યા છે.

Exclusive News