વિવાદ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ કરી લેઉઆ પાટીદાર તથા ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક, કરાઈ ચૂંટણીને લઈ મહત્ત્વની ચર્ચા

Contact News Publisher

લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં તમામ 26 બેઠક પર 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતની સૌથી ચર્ચિત રાજકોટ લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરી છે. આ બેઠકમાં પરષોત્તમ રૂપાલાએ લેઉઆ પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરી. સાથે જ તેમણે ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે.

રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનને આડે માત્ર 5 દિવસ બાકી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપે જીત માટે એડિચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે. જે અંતર્ગત રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય અને લેઉવા પટેલ અગ્રણીઓ સાથે બેઠક કરી છે. તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે. જેમાં લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાજકોટ બેઠક પર લેઉવા પટેલ સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. મહત્ત્વનું છે કે આ બેઠક પર લેઉવા પટેલ મતદારો નિર્ણયક મતદારો છે.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા કડવા પાટીદાર છે જયારે કોંગ્રેસે આ જ બેઠક પરથી લેઉવા પટેલ સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ત્યારે નિર્ણાયક મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવાના ભાગ રૂપે પરષોતમ રૂપાલાએ આ બેઠક કરી હતી. આ બેઠકમાં જાણીતા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. મહત્ત્વનું છે કે ક્ષત્રિયો પરના નિવેદન બાદ પરષોતમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પરષોતમ રૂપાલાએ આ અંગે ક્ષત્રિય સમાજની વારંવાર માફી પણ માંગી છે.

Exclusive News