શું ગોલ્ડી બરાડ અમેરિકામાં માર્યો ગયો? US પોલીસે કરી સ્પષ્ટતા, સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો હતો માસ્ટરમાઇન્ડ

Contact News Publisher

પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગોલ્ડી બરાડની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરંતુ હવે આ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકન પોલીસે ગોલ્ડી બરાડની હત્યાના દાવા સાથે જોડાયેલા રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

અમેરિકન પોલીસનું કહેવું છે કે, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે અમેરિકાના કેલિફોર્નિયામાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે ગોલ્ડી બરાડ નથી. અમને ખબર નથી કે, બરાડની હત્યાની અફવા કેવી રીતે ફેલાઈ. ઇન્ટરનેશનલ ન્યૂઝ વેબસાઇટ્સે અમારા તરફથી કોઇપણ પુષ્ટિ કર્યા વિના ગોલ્ડી બરાડની હત્યાના સમાચાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.

નોંધનિય છે કે, ગોલ્ડી બરાડ હાલમાં અમેરિકામાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી પંજાબ, દિલ્હી, હરિયાણા અને કેનેડામાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. ગોલ્ડી બરાડ-લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોની દુશ્મનીના કારણે હવે તે ભારતમાં જ નહીં પરંતુ કેનેડા, ફિલિપાઈન્સ અને રશિયામાં પણ ગેંગ વોરમાં લોહી વહાવી રહ્યો છે.

ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું સાચું નામ સતીન્દર સિંહ ઉર્ફે સતીન્દર સિંહજીત સિંહ છે. ગોલ્ડી પાકિસ્તાનની મદદથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરે છે. તે અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીમાં સામેલ હતો. તેને હત્યા માટે શાર્પશૂટર પણ મળી રહ્યા છે. ગોલ્ડી બરાડને અગાઉ ગુનેગાર ગણવામાં આવતો હતો પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

Exclusive News