આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે દર્દીઓ રઝળાવ્યા:વડોદરાની સયાજી હોસ્પિટલમાં રાતોરાત એસી લાગ્યા, પંખા સાફ કરવા બેડ ખાલી કરાવી સ્ટાફે દર્દીને હાથમાં બાટલા પકડાવી દીધા!

Contact News Publisher

વડોદરા અને મધ્ય ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સયાજી હોસ્પિટલમાં રોજ બરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે ક્યાંક સુવિધાઓમાં ઉણપ ન રહે તે માટે આજે આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. જ્યાં સફાઈ નહોતી ત્યાં સ્વચ્છતા, એનસીઓટીમાં રાતોરાત એસી લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ હોસ્પિટલમાં રંગરોગાન અને સાફ સફાઈ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. પંખા સાફ કરવા માટે સ્ટાફે દર્દીઓને તેમના હાથમાં બાટલા પકડાવી દીધા હતા અને બીજા સ્થળે ખસેડ્યા હતા.

આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇન્કાર કર્યો
રોજ હોસ્પિટલની બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો જોવા મળતો હોય છે. પરંતુ આરોગ્ય સચિવની મુલાકાતથી આજે ખાનગી એમ્બ્યુલન્સ ઓછી જોવા મળી હતી. હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇન્કાર કર્યો હતો અને આ રૂટિન મુલાકાત છે તેવું કહી વાત નકારી હતી.

રિનોવેશન અંતર્ગત મુલાકાત હોવાનું જાણવા મળ્યું
મુલાકાત પૂર્વે જ સાફ સફાઈ કરી રહેલા કર્મચારીઓ દ્વારા દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે ચાલુ સારવારે લઈ જતા દર્દીના હાથમાં બોટલ લઈને ફરતા નજરે પડ્યા હતા. આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી મુલાકાતે પહોંચે તે પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી. હાલમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનસીઓટી, આઈસીયુ સહિત હોસ્પિટલમાં ચાલી રહેલા રિનોવેશન અંતર્ગત મુલાકાત હોવાનું પ્રાથમિક માહિતી જાણવા મળી છે.

Exclusive News