સરદારની ભૂમિથી પીએમ મોદીએ 3 પડકાર ફેંક્યા, કોંગ્રેસ લેખિતમાં આપે મુસ્લિમોને આરક્ષણ નહિ આપે

Contact News Publisher

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રીથી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવો પ્રાણ ફૂંકાયો છે. આજે પ્રધાનમંત્રીની ચાર સભાનું ગુજરાતમાં આયોજન કરાયું છે. જેમાં તેમણે પહેલા સભા સરદાર પટેલની કર્મભૂમિ આણંદ ખાતે સંબોધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલ્લભવિદ્યાનગરમાં સભા કરી હતી. જેમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આણંદ અને ખેડા ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સરદાર સાહેબને પણ યાદ કર્યા. પણ આ ભૂમિ પરથી પીએમ મોદીએ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા હતા.  કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં દેશ અને ગરીબોને અન્યાય થયો. સાથે જ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, જે પાકિસ્તાનના હાથમાં બોંબ હતો આજે તેના હાથમાં ભીખનો કટોરો છે..તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ દેખાઈ રહી છે.સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ સંવિધાનને બદલવા માંગે છે. કોંગ્રેસે એવી પણ ખાતરી આરી કે SC, ST, OBC, EWSની અનામત ક્યાંય નહીં જાય..પીએમ મોદીએ જનતાને જંગી બહુમતિ સાથે મતદાન કરવા અપીલ કરી.

કોંગ્રેસ સંવિધાન બદલવા માંગે છે

પીએમ મોદીએ સભામાં કહ્યું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ દેખાઇ રહી છે. ‘આધી રોટી ખાયેંગે ઈન્દિરા કો લાયેગા’ના નારા લગાડનારા લોકોએ કોંગ્રેસને છોડી દીધી, મોદીને પકડી લીધા. કોંગ્રેસે SC, ST અને OBC ને અંધારામાં રાખી છે. કોંગ્રેસે બક્ષીપંચ માટે દરેક પ્રસ્તાવને નામંજૂર કરી દીધો છે. SC, ST અને OBC આજે દેશમાં ભાજપની સૌથી મોટી તાકાત છે. આજ ભાજપમાં સૌથી વધુ ST, SC અને OBC ધારાસભ્યો અને સાંસદ છે. મંત્રીમંડળમાં પણ આજ સમાજના 60 ટકા મંત્રીઓ છે. કોંગ્રેસની સૌથી મોટી વોટ બેંક માઈનોરીટી છે, એમાં પણ મુસ્લિમ છે. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસ સંવિધાન બદલવા માંગે છે, કોંગ્રેસ એમની ખાસ વોટ બેન્કને આરક્ષણ આપવા માંગે છે. SC, ST અને OBCનું આરક્ષણ મુસ્લિમોને આપવા માંગે છે કોંગ્રેસ. હું સરદાર સાહેબની ભૂમિ પરથી શાહી પરિવારને, શાહજાદાને, કોંગ્રેસને ચેલેન્જ આપું છું.

Exclusive News