વડોદરા નજીક 50 ફૂટ ઊંડા કૂવામાંથી ફાયર બ્રિગેડે કાઢ્યો મૃતદેહ

Contact News Publisher

વડોદરા નજીક પાદરા તાલુકામાં આવેલા ગામમાં એક કૂવામાં પડેલા યુવકને કાઢવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

પાદરાના મજા તણ ગામે આશરે 50 ફૂટ ઊંડા કૂવામાં પાણીની અંદર એક યુવકનો મૃતદેહ નજરે પડતા ગ્રામજનોએ વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા જાનની બાજુ લગાવી કૂવામાં ઉતરીને કામગીરી કરવામાં આવી હતી. લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ની ઓળખ થઈ નહીં હોવાથી અને કેવી રીતે તે કુવામાં પડ્યો હતો તે મુદ્દે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.