ભુજના હમીરસર પાસે દબાણ ન કરવાનું બોર્ડ લગાવી દરવાજા ખુલ્લા મૂકાતા અચરજ

Contact News Publisher

ભુજ શહેરમાં પાણીની કટોકટી સર્જાઈ હતી. તે બાદ જાગૃતોએ શહેરના તળાવોને નોટીફાઈડ જાહેર કરી અને તળાવોમાં થતા અતિક્રમણને અટકાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે એકાએક સુાધરાઈની આંખ ખુલી અને દબાણો ન કરવા સાથે સ્વચ્છતા જાળવી રાખવાના પાટીયા હમીરસર તળાવ પાસે લગાવી દેવાયા છે. પરંતુ, તળાવની પાળ પાસે જ ઉભતા લારી ગલ્લાઓને હટાવવાની તસ્દી લેવાતી જ નાથી.

ભુજનો રમણીય હમીરસર તળાવ જે દેશ વિદેશમાં વસવાટ કરતા ભુજવાસીઓના હૃદયમાં વસે છે. જ્યારે જ્યારે હમીરસર તળાવ ઓગને ત્યારે ભુજમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ હોય છે.સાથે સાથે વિદેશમાં રહેતા ભુજના નાગરીકો પણ ફોન કરી ખબર અંતર પુછતા હોય છે. પ્રવાસી જનતા પણ ભુજ ફરવા આવે ત્યારે હમીરસર તળાવ ચોક્કસ નિહાળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હમીરસરની પાળ પાસે નાના મોટા લારી ગલ્લા, છોટા હાથીમાં બનાવાયેલા નાસ્તા, ઠંડાપીણાના સ્ટોલના કારણે હમીરસર તળાવની રજવાડી પાળ તો ઢંકાઈ જ ગઈ છે.

ભુજ શહેરમાં નર્મદાની લાઈનમાં ભંગાણ પડવાના કારણે પાણીની કટોકટી સર્જાઈ હતી. અને માંડ માંડ બારેક દિવસે ભુજ પાણી ભેગું થયું હતું. ત્યારપછી જાગૃતોએ ભુજ અને તેની આસપાસમાં આવતા તળાવોને નોટીફાઈડ કરી તળાવો કે તેની આસપાસ થતા અતિક્રમણને અટકાવી તળાવો બચાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ભુજ સુાધરાઈ દ્વારા હમીરસર તળાવ પાસે દબાણો અને ગંદકી ન કરવા માટેના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જોવા જેવી વાત એ છે કે, આ બોર્ડની બરાબર બાજુમાં મિની જનરેટર દેખાય છે. જે મારફતે હમીરસર તળાવની પાળે કેબીનો અને લારીગલ્લા વાળાને લાઈટ મળે છે. નગરપાલિકાના બોર્ડ લગાવનારા કર્મચારીઓને આ મિની જનરેટર અને લારી ગલ્લા વાળા દેખાતા જ નથી.