Lok Sabha Election 2024 : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા વોટિંગ થયું

Contact News Publisher

આજે લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. પહેલા તબક્કાની 102 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.71 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે.

સૌથી વધુ અને સૌથી ઓછું ક્યાં થયું મતદાન?

સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું છે.

આસામમાં પાંચ લોકસભા બેઠકો પર ઇવીએમમાં ખામીના કારણે 150 જેટલાં ઈવીએમના સંપૂર્ણ સેટ બદલવાની ફરજ પડી હતી. અલગ અલગ ઈવીએમની વીવીપેટ તથા બેલેટ એકમો સહિત 400થી વધુ ઉપકરણોને પણ ખામીને લીધે બદલવામાં આવ્યા હતા. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટાભાગની ખામીઓ મોક પોલિંગ દરમિયાન જોવા મળી હતી. જે વાસ્તવિક મતદાનથી 90 મિનિટ પહેલા શરૂ કરાયું હતું. વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ સમગ્ર સેટ સાથે 6 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર વધુ 40 વીવીપેટ બદલવામાં આવ્યા હતા.