મુરાદાબાદ લોકસભા સીટ પર ફરીથી ચૂંટણી થશે? ભાજપના ઉમેદવારના અવસાન બાદ હવે કયા વિકલ્પો

Contact News Publisher

ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા સીટના BJPના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું શનિવારે સાંજે અવસાન થયું હતું. તેમણે 71 વર્ષની વયે દિલ્હી એઈમ્સમાં સાંજે 6:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે કુંવર સર્વેશને ભાજપમાંથી ટિકિટ મળી, ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.કુંવર સર્વેશ કેન્સરથી પીડિત હતા. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ સીટ પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું. PM મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ‘તેમનું નિધન પાર્ટી માટે અપુરતી ખોટ છે.’

તો શું હવે ચૂંટણી રદ થશે?
સર્વેશ સિંહના નિધનની માહિતી સામે આવતાં જ રાજકીય વર્તુળોથી લઈને સામાન્ય લોકોમાં એક પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં કુંવર સર્વેશ સિંહ ભાજપના ઉમેદવાર હતા. મુરાદાબાદ બેઠક પર પણ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મુરાદાબાદ બેઠક પર ફરીથી ચૂંટણી થશે કે કેમ? શું ઉમેદવારના અવસાનને કારણે શુક્રવારે યોજાનારી ચૂંટણી રદ થશે? શું આ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે? છેવટે ચૂંટણી બાકી હોય ત્યારે ઉમેદવારના મૃત્યુ પછી કયા વિકલ્પો હોઈ શકે?

આવો જાણીએ શું કહી રહ્યા છે નિષ્ણાતો ?
નિષ્ણાતો મુજબ મુરાદાબાદ લોકસભા સીટ પર શુક્રવારે યોજાયેલ ચૂંટણીને રદ ગણવામાં આવી શકે છે. આ સાથે જ અહીં પેટા ચૂંટણી યોજાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે રાજકીય નિષ્ણાતો આ ચર્ચાઓને ‘ખૂબ ઝડપથી નિષ્કર્ષ પર પહોંચવા’ તરીકે માની રહ્યા છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે શુક્રવારના મતદાનને રદ ગણવું હજુ પણ ‘દૂરનું કામ’ છે. તેમનું કહેવું છે કે, આ માટે મત ગણતરીના દિવસ સુધી રાહ જોવાનો એકમાત્ર વિકલ્પ છે. આ પાછળ તેમનો તર્ક એ છે કે, અત્યારે માત્ર મુરાદાબાદ બેઠક પર જ મતદાન થયું છે, સર્વેશ સિંહ કે અન્ય કોઈ ઉમેદવાર જીતશે કે હારશે તે હજુ નક્કી નથી. જો સર્વે સિંહની હાર થશે તો આ પ્રશ્નો આપોઆપ ખતમ થઈ જશે.

મતગણતરી પછી વિકલ્પો ખુલશે
નિષ્ણાતોનું કહેવું છે કે, મુરાદાબાદ સીટ પર વોટિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક પેટાચૂંટણીની કોઈ શક્યતા નથી. જો મતગણતરીમાં સર્વેશ સિંહ જીતી જાય છે તો પેટાચૂંટણીની શક્યતા છે જો મતગણતરીના દિવસે સર્વેશ સિંહની હાર થાય છે અને અન્ય કોઈ ઉમેદવાર વિજેતા બને છે તો તે સાંસદ બનશે. પેટાચૂંટણીની જરૂર રહેશે નહીં. આ સમગ્ર મામલામાં પેટાચૂંટણી માત્ર એક જ સ્થિતિમાં શક્ય છે કે જ્યારે સર્વેશ સિંહને મત ગણતરીમાં વિજયી જાહેર કરવામાં આવશે તો તે સ્થિતિમાં તેઓ તેમના સંસદીય ક્ષેત્ર માટે હાજર રહેશે નહીં તેથી ચૂંટણી રદ કરવામાં આવશે અને ફરીથી ચૂંટણી થશે.