ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા, સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે વાંધા અરજીને લઈ સુનાવણી

Contact News Publisher

સુરતમાં કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાને લઈ હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો છે. સુરતનાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મમાં ટેકેદારોન સહી ન કરાવ્યાનો ભાજપ દ્વારા આરોપ લગાવ્યો છે. આજે સુનાવણી બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

કોંગ્રેસ ઉમેદવારને બચાવવા નિલેશ કુંભાણીનાં ટેકેદારને કલેક્ટર કચેરી લાવ્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. રમેશ પોલરા નામના એક ટેકેદારે જગદીશ સાવલિયા પણ કોંગ્રેસનાં સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ટેકેદારની ખરાઈ કરવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. ફોર્મ અંગે શનિવારે વિવાદ થયા બાદ ત્રણેય સંપર્ક વિહોણા થતા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. હવે ટેકેદારોને શોધીને ઉમેદવાર બચાવવા કોંગ્રેસની કવાયત છે. ભાજપે સુરતનાં કોંગ્રેસનાં ઉમેદવારનાં ટેકેદારો બોગસ હોવાનો આરોપ લગાવ્યો હતો.