નિલેશ કુંભાણીના ફોર્મનો વિવાદ વચ્ચે કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો, કોંગ્રેસ નેતાએ જ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

Contact News Publisher

સુરતમાં કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીનાં ફોર્મનાં વિવાદ વચ્ચે કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો છે. સુરત કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યા છે. કુંભાણીએ પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ છે. કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે. એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી. બધા પરિવારજનો છે. તેમજ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે.

ટેકેદારની ખરાઈ કરવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ
સુરતમાં કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાને લઈ હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો છે. સુરતનાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મમાં ટેકેદારોન સહી ન કરાવ્યાનો ભાજપ દ્વારા આરોપ લગાવ્યો છે. આજે સુનાવણી બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. કોંગ્રેસ ઉમેદવારને બચાવવા નિલેશ કુંભાણીનાં ટેકેદારને કલેક્ટર કચેરી લાવ્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. રમેશ પોલરા નામના એક ટેકેદારે જગદીશ સાવલિયા પણ કોંગ્રેસનાં સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ટેકેદારની ખરાઈ કરવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. ફોર્મ અંગે શનિવારે વિવાદ થયા બાદ ત્રણેય સંપર્ક વિહોણા થતા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. હવે ટેકેદારોને શોધીને ઉમેદવાર બચાવવા કોંગ્રેસની કવાયત છે. ભાજપે સુરતનાં કોંગ્રેસનાં ઉમેદવારનાં ટેકેદારો બોગસ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ
આ મુદ્દે સુરત કોંગ્રેસના ઉમેદવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જ્યાં ગુમ થયેલા ટેકેદારો અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ટેકેદારો અંગે ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. આ તમામ પોલિક્ટિસ ડ્રામા વચ્ચે એક મહત્વની વાત પણ છે કે, આ તમામ ટેકેદારો ઉમેદવારના ખાસ માણસો હતા.

ત્રણેય ઉમેદવારના ખાસ હતા
આ ત્રણેય ટેકેદાર નિલેશ કુંભાણીના ખાસ હતા. જેમાં ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીના મિત્ર છે તો રમેશ પોલારા નિલેશ કુંભાણીના ભાગીદાર છે. વાત જગદીશ સાવલિયા કરવામાં આવે તો તેઓ કુંભાણીના બનેવી છે.