સુરતમાં પાલિકાની બસે સર્જ્યો વધુ એક અકસ્માત

Contact News Publisher

સુરત શહેરની સામૂહિક પરિવહન સેવા માં આજે વધુ એક અકસ્માત નો ઉમેરો થયો છે. વરાછા વિસ્તારમાં એક મોપેડ ચાલકને બીઆરટીએસ બસ એ ટક્કર મારતા મહિલાનો જીવ માંડ બચ્યો હતો. આ અકસ્માત બાદ મોપેડની મહિલા ચાલક અને બસ ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

સુરત શહેરની બીઆરટીએસ અને સિટી બસ છાશવારે અકસ્માત સર્જી રહી છે. પાલિકા દ્વારા ડ્રાઇવરોને અનેક વખત તાલીમ આપ્યા બાદ પણ અકસ્માત નો સિલસિલો અટકતો નથી. આજે શહેરના વરાછા વિસ્તારમાં યસ પ્લાઝા પાસે એક મહિલા મોપેડ લઈને પસાર થતી હતી ત્યારે BRTS ના ચાલકે મહિલાની મોપેડ ને અડફટે માં લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં મહિલા ને કોઈ ઈજા થઈ ન હતી. જોકે અકસ્માત બાદ મહિલા એકદમ ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાએ બસના ચાલક સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી. આ ઝઘડો જોવા અનેક લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માત બાત ફરી એકવાર પાલિકાના બસ ડ્રાઈવરો સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.