લોકસભાની 25 સીટો પર 59.51 ટકા મતદાન, ગરમીનો પારો વધતા મતદારો નિરસ, 5 ટકા મતદાન ઘટ્યું

Contact News Publisher

ગત રોજ ગુજરાતમાં લોકસભાની 25 સીટ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું હતું. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 25 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવા પામ્યું હતું.

સૌથી ઓછું મતદાન ક્યાં નોંધાયું

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 59.51 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ક્લોઝિંગ સમયે મતદાનનાં આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ વલસાડમાં 72.24 ટકા મતદાન જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન થયું હતું.

  • કચ્છમાં 54.45%, બનાસકાંઠામાં 66.10% મતદાન
  • પાટણમાં 56.21%,મહેસાણામાં 57.96% મતદાન
  • સાબરકાંઠામાં 63.04%, ગાંધીનગરમાં 59.19 % મતદાન
  • અમદાવાદમાં પૂર્વ 51.79 %, અમદાવાદ પશ્ચિમમાં 52.38 % મતદાન
  • સુરેન્દ્રનગરમાં 54.32%, રાજકોટમાં 59.60 % મતદાન
  • પોરબંદરમાં 51.76 %, જામનગરમાં 56.66 % મતદાન
  • જુનાગઢમાં 58.80 %, અમરેલીમાં 49.22 % મતદાન
  • ભાવનગરમાં 49.85 %, આણંદમાં 63.47 % મતદાન
  • ખેડામાં 55.34%, પંચમહાલમાં55.45 % મતદાન
  • દાહોદમાં 55.25%, વડોદરામાં 61.33 % મતદાન
  • છોટા ઉદેપુરમાં 66.13 %, ભરૂચમાં 68.75 % મતદાન
  • બારડોલીમાં 62.29%,નવસારીમાં 55.79 % મતદાન
  • વલસાડમાં 68.66% મતદાન નોંધાયું