ગુજરાતના આ મતદાન મથક પર થયું 100 ટકા મતદાન, એક મતનું મહત્વ સમજાવતું મતદાન મથક

Contact News Publisher

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 પર મતદાન સંપન્ન થઇ ગયું.. 1 બેઠક સુરતની પહેલેથીજ બિન હરીફ થયેલી છે. 25 બેઠકો પર અલગ-અલગ મતદાન મથકો પર મતદાનની ટકાવારી અલગ-અલગ રહી..ક્યાંક વધારે તો ક્યાંક ઓછુ મતદાન થયું.પરંતું ગીર-સોમનાથ જિલ્લાના મધ્ય ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે કે જ્યાં 100 ટકા મતદાન થયું.

આ મતદાન મથક અંતર્ગત માત્ર એકજ મતદાર આવે છે.

આપને જાણીને નવાઇ લાગશે અને સવાલ થશે કે શું આ મતદાન મથક અંતર્ગત આવતા તમામ મતદારો મત આપવા પહોંચ્યા હતા.. જેનો જવાબ એ છે કે આ મતદાન મથક અંતર્ગત માત્ર એકજ મતદાર આવે છે. અને આ એક મતદાર માટે જ અહીં દરેક ઇલેક્શનમાં મતદાન મથક ઉભુ કરવું પડે છે…આ એક મતદાર મતદાન કરી દે એટલે અહીં 100 મતદાન થઇ જાય છે.

મહંત હરિદાસબાપુ છે અહીંના એકમાત્ર મતદાર

બાણેજ બુથના એકમાત્ર મતદાતા છે. મહંત હરિદાસબાપુ. લોકશાહીમાં એક-એક મતનું મહત્વ હોય છે.. અને આ વાતનું ઉદાહરણ અહીં માત્ર એક મત માટે પણ મતદાન મથક ઉભું કરીને ચૂંટણીપંચ દ્વારા ખુબજ આદર્શ રીતે પુરું પાડવામાં આવે છે.