અમદાવાદની સ્કૂલોને બોંબ બ્લાસ્ટનો ધમકીભર્યો મેસેજ કોણે અને કેમ મોકલ્યો? મોટો ઘટસ્ફોટ

Contact News Publisher

અમદાવાદ સ્કૂલ બોંબ ધમકીમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયાં છે.

ચાર દિવસ પહેલા એટલે કે 6 મેના દિવસે અમદાવાદની ઘણી બધી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. અમદાવાદ સ્કૂલ બોમ્બ ધમકીમાં હવે નવો ફણગો ફૂટ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ ધમકી ભર્યા મેઈલ રશિયન સર્વરનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. આ ધમકી પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કે આતંકી સંગઠનનું કાવતરુ હોવાની પણ શક્યતા છે. ઉંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાનના હેકરોએ રશિયન સર્વરનો ઉપયોગ કરી ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. ખરેખર તેઓ બોંબ વિસ્ફોટ કરાવવા માગતા હતા કે પછી આ મજાક હતી? તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.

કઈ કઈ સ્કૂલોને મળી હતી ધમકી
ઈમેઈલ પર ઉડાવી દેવાની ધમકી’ છેલ્લા થોડા સમયથી દેશમાં ચાલી રહેલો આ ટ્રેન્ડ અમદાવાદમાં પણ દોહરાયેલો જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણીના વોટીંગના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી હતી. ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Exclusive News