ભૂમાફિયાઓને મોટો ઝટકો, લેન્ડ ગ્રેબિંગ એક્ટને ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી

Contact News Publisher

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિરૂદ્ધની અરજીઓ હાઈકોર્ટે ફગાવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટે લીલીઝંડી આપી હતી. હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ એક્ટને લીલીઝંડી આપી હતી. હાઈકોર્ટે કાયદા પરનાં તમામ આક્ષેપો ફગાવ્યા હતા. તેમજ કાયદાને પડકારતી અરજીઓમાં કાયદાની કેટલીક કલમો ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો. નાગરિકોનાં દીવાની હક્ક તથા અધિકારો છીનવાયા હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો હતો. તેમજ સિવિલ કોર્ટની સત્તા પણ ઓછી થવાનાં આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર પ્રવૃતિ પર રોક લગાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો
ત્યારે અરજીમાં ઉલ્લેખ કરાયેલ સમગ્ર બાબતોને લઈ કોર્ટે અવલોકન કરતા કહ્યું કે જમીન પચાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ પર રોક લગાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. તેમજ લેન્ડ ગ્રેબિંગનો કાયદો એક સારા હેતુ માટે બનાવવામાં આવ્યો છે. ત્યારે કાયદો અધિકારો છીનવી રહ્યા નથી. વિધાનસભાએ જે નિર્ણય લીધો હોય અને કાયદો ઘડ્યો હોય તેમાં કોર્ટ દખલગીરી કરવી તે યોગ્ય નથી.

લેન્ડ ગ્રેબિંગનાં કાયદા પર સ્ટે લંબાવવાની અરજી ફગાવી
તેમજ ખંડપીઠ દ્વારા લેન્ડ ગ્રેબિંગનાં કાયદા હેઠળ જે લોકો સામે એફઆઈઆર થઈ છે તે ફરિયાદો રદ્દ કરવાની સત્તાનો નિર્ણય જે તે કોર્ટનો છે. તેમજ લેન્ડ ગ્રેબ્રિંગનાં કાયદામાં થયેલી એફઆઈઆર પર હાઈકોર્ટે 4 વર્ષ કરતા વધુ સમયનો સ્ટે આપ્યો હતો. ત્યારે આ સ્ટે લંબાવી આપવાની માંગણી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

Exclusive News