ડૉલર કમાવાની ઘેલછા 1200 લોકોને ભારે પડી! જાણો વિદેશ જવાના સપના સાથે કોણે કરી રમત?

Contact News Publisher

વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ક્યારેક મોંઘી પડી શકે છે. આમ તો વિદેશ જવા માટે પૈસા તો ખર્ચવા જ પડે છે. પરંતુ તમે પૈસા ખર્ચો તેમ છતાં તમારું વિદેશ જવાનું સપનું અધુરુ રહી જાય તો ખૂબ દુખ થાય છે. નોએડા અને આસપાસના 1 હજારથી વધુ લોકો સાથે કઈક આવું જ થયુ છે, કેમ કે આ લોકોએ ડોલર કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે.

આજકાલના જુવાનિયાઓને જાણે વિદેશ જવાનો ચસકો લાગ્યો છે. ગમે તે થાય વિદેશમાં જવું અને ત્યાં જઈને ડૉલર અને પાઉન્ડમાં કમાણી કરવી. પરંતુ ડૉલર કમાણી કરવાની ઈચ્છા અને વિદેશ જવાની ઘેલછા ક્યારેક તમને જ મોંઘી પડી શકે છે. કેમ કે તમારી વિદેશ જવાની ઘેલછા અને ડૉલર કમાવવાના સપનાનો ગેરફાયદો ઉઠાવવા શાતિર ભેજાબાજો બેઠા હોય છે. આ ઠગબાજો કેવી રીતે અને ક્યારે તમને છેતરી જશે એ તમે સ્વપ્નમાં નહીં વિચાર્યું.

આવી જ છેતરપિંડીની ઘટના ઉત્તરપ્રદેશના નોએડામાંથી સામે આવી છે. જ્યાં ઠગબાજોએ એક બે નહીં પરંતુ 1200 જેટલા બેરોજગાર યુવાનોને ટાર્ગેટ બનાવ્યા અને તેમના વિદેશ જવાના સપના પર પાણી ફેરવી દીધું. નોએડાની સેક્ટર-126 પોલીસે વિદેશમાં નોકરી અપાવવાના નામ પર 1200 બેરોજગાર લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી ટોળકીના 11 આરોપીને દબોચી લીધા છે.

સમીર શાહ આ કાંડનો માસ્ટર માઈન્ડ છે. તેણે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકોને ટાર્ગેટ કરવા માટે ઈકો એન્ટરપ્રાઈઝ નામથી કંપની શરૂ કરી હતી. જેમાં નઝરાણા નામની મહિલા એજન્ટ હતી છે. જ્યારે બાકીના લોકો કર્મચારી તરીકે કામ કરે છે. આ તમામ લોકોને જલદીથી જલદી પૈસા કમાવવા હતા, જેથી આરોપીએ કંપનીની આડમાં કોલ સેન્ટર શરૂ કર્યુ હતુ.

Exclusive News