મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહી

Contact News Publisher

ગુજરાતીઓને ગરમીથી જલ્દી જ રાહત મળવાની છે. ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી આવી છે. હાલ તો ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પંરુત બે દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના લગભગ 10 થી વધુ જિલ્લાઓમાં વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળશે. આવતીકાલે વીજળીના કડાકા સાથે ગુજરાતભરમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. આગામી ચારથી પાંચ દિવસ હળવા વરસાદ રહેશે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.

ત્રણ દિવસ બાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પરંતુ ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે.

11 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે
12મેના રોજ વરસાદનીઆગાહી
અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં રહેશે વરસાદ
13 મેના રોજ વરસાદની આગાહી
સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત રહેશે વરસાદ

Exclusive News