કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવે

Contact News Publisher

 કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં હિંસા બાદ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ આવી ગયું છે. સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદથી સ્થિતિ વણસી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ડરના ઓથાર નીચે જીવી રહ્યાં છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેકમાં ફસાયા છે. વિદ્યાર્થીઓ એક સપ્તાહથી બહાર નથી નીકળી શક્તા નથી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની શિક્ષકો દ્વારા ઘરે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર ભારે ધસારો હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી રહ્યાં છે. ગઈકાલે સુરતની રીયા લાઠીયાએ વીડિયો જાહેર કરીને ત્યાંથી સ્થિતિનો ચિતાર આપ્યો હતો. ત્યારે હવે રીયાની માતાએ દીકરીને પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે.

કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. સુરતની રિયા લાઠીયા અનેક વિદ્યાર્થીઓ સાથે કિર્ગિસ્તાનમાં ફસાઈ છે. ત્યારે રિયાએ કિર્ગિસ્તાનની સ્થિતિ માતા તથા પરિવારજનોને જણાવી હતી.  રિયા MBBSના બીજા વર્ષમાં છે. હાલ ત્યાં ખુબ જ મુશ્કેલી છે. લાઈટ નથી, ખાવાનું મળતું નથી. બારી પર ગોળીબાર થાય છે. તેથઈ રિયાના માતાએ મોદી સરકારને વિનંતી કરી કે, તેમની દીકરીને પરત લાવવામાં આવે. રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં છે. તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમની દીકરીને પરત લાવવામાં આવે. પરિવારે કહ્યું કે, પ્રફૂલ પાનસેરિયા સાથે વાતચીત થઈ હતી. રિયાને ભારત પરત લાવવા મદદરૂપ બનશે.