ખનીજ માફિયાઓ હવે બેફામ ગુંડાગર્દી પર ઉતર્યા! ગુજરાતનો આ વિસ્તાર ચોરી માટે વિખ્યાત છે!

Contact News Publisher

જામનગર જિલ્લાના જોડીયા પથંકમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. જામનગર પંથકમાં જોડિયા આજુબાજુના વિસ્તારો ખનીજખોરી માટે ખૂબ જ વિખ્યાત છે. તેવામાં ભાદ્રા ગામ નજીક આવેલ ઉંડ નદી વિસ્તારમાં ફોટા તથા વીડિયોગ્રાફી કરવા બાબતનો ખાર રાખી યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર જોડિયા પંથકમાં આવેલ ભાદ્રા ગામના નજીક આવેલ ઉંડ નદી વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોવડ દ્વારા ખાણ ખનીજ અંગે કામગીરી ચાલી રહેલ હતી. દરમિયાન ગોકળભાઇ વહાણભાઇ વરૂ નામનો એક યુવાન આ કામગીરીના ફોટા પાડી રહ્યો હતો અને વીડિયો શુટીંગ કરી રહ્યો હતો. દરમિયાન પાંચ જેટલા શખ્સોએ યુવાન પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હત

આ હુમલા અંગે ગોકળભાઇએ પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયા અનુસાર હુમલાખોર આરોપીઓ તરીકે જોડિયાના યોગશે ગોઠી, બાદનપરનો જીગો ઘેટિયા, રમીલાબેન (લીઝ હોલ્ડર)નો પુત્ર, હિટામી મશીનવાળો યુવાન અને 30 વર્ષનો એક અજાણ્યા યુવાને ગોકળભાઇએ પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીના ત્રણ નંગ મોબાઇલમાં રૂા.3.60 લાખનું નુકસાન કર્યું હતું. આ બનાવ બાબતે જોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ પી.જી.પનારા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

મહત્વનું છે કે હાલારમાં જોડિયા સહિતના પંથકમાં ખનીજ ચોરી છેલ્લા કેટલા સમયથી ચાલે છે, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગ અને તંત્રની પણ મીઠી નજર હોય તેવા અનેક વખત કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ખાણ ખનીજ ચોરીને ઉજાગર કરતા લોકોને પણ હવે ખનીજ માફીઆઓ પોતાના ભય હેઠળ દબાવી અને દેશની સંપત્તિને બેખોફ લૂંટી રહ્યા છે ત્યારે આવા ખનીજ માફિયાઓ સામે શું ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગના લાલ આંખ કરશે ખરૂ… એ પણ એક સળગતો સવાલ છે.