રાતના ત્રણ વાગ્યે ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં આવ્યા, આલ્કોહોલ ટેસ્ટમાં વિલંબ…: બે લોકોને કચડી નાખનાર નબીરાને બચાવવા પ્રયાસ?

Contact News Publisher

પૂણે પોર્શ અકસ્માતમાં બે યુવકોના મોતનો મુદ્દો આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે, શું આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? એક ધારાસભ્યનું સવારે 3:00 વાગ્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચવું, આઠ કલાક બાદ બ્લડમાં આલ્કોહોલની તપાસ તથા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા નરમ વલણ અપનાવવાનો આરોપ લાગી રહ્યો છે.

બે લોકોના મોત થયા છે

સુનીલ ટિંગરેએ જણાવ્યું કે, રવિવારે મારા પીએ અને મને આરોપીના પિતાનો સવારે 3:20 વાગ્યે ફોન આવ્યો. ધારાસભ્યએ કહ્યું કે, તેમણે મને જણાવ્યું કે, મારા પુત્રનું એક્સિડન્ટ થઈ ગયુ છે અને ભીડ તેને મારી રહી છે. હું ઘટના સ્થળ પર પહોંચ્યો પરંતુ છોકરાને પહેલા જ યેરવડા પોલીસ સ્ટેશન લઈ જઈ ચૂક્યા હતા. હું ત્યાં ગયો પરંતુ ઈન્સ્પેક્ટર હાજર નહોતો. તેઓ એક કલાક કરતા વધુ સમય બાદ આવ્યો. બહાર ખૂબ ભીડ હતી.

ઈન્સ્પેક્ટરે ધારાસભ્યને આપી જાણકારી

સુનીલ ટિંગરેએ જણાવ્યું કે, મને ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, છોકરો આ અકસ્માતમાં સામેલ હતો જેમાં બે લોકોના મોત થઈ ગયા છે. ધારાસભ્યએ કહ્યું કે, જ્યારે તેમણે મને આ મામલાની ગંભીરતા જણાવી તો મેં તેમને કાયદા પ્રમાણે કામ કરવા જણાવ્યું. જ્યારે હું બહાર આવ્યો આરોપી છોકરાના પિતાને મળ્યો અને તેમને દુર્ઘટના અંગે જણાવ્યું. છોકરાના પિતાને પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ મૃત્યુની જાણ થઈ હતી.

ધારાસભ્યએ એ આરોપોનો પણ ઈનકાર કરી દીધો કે, તમણે છોકરાને પિઝા અને પાણી નહોતું આપ્યું. તેમણે કહ્યું કે,  હું છોકરાને નહોતો મળ્યો અને તેની સાથે કોઈ વાત નથી કરી. હું તેને પિઝા કઈ રીતે આપી શકું.

…..તો હું આરોપીનો બચાવી શક્યો હોત

સુનીલ ટિંગરેએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનથી નીકળ્યા બાદ મેં આરોપીના પિતાને ફોન કર્યો અને સાંજે પોલીસ અધિકારીઓને મળીને આ કેસની માહિતી લીધી. તેમણે કહ્યું કે, ત્યાં સુધીમાં કેસ પહેલા જ નક્કી થઈ ચૂક્યો હતો. મારા દ્વારા આ કેસને પ્રભાવિત કરવાનો સવાલ જ ક્યાં ઉઠે? જો મારો આવો કોઈ ઈરાદો હોત તો હું તેને બચાવી શક્યો હોત અને તેનું નામ સામે ન આવવા દીધું હોત.