પૂણેમાં પોર્શે કાર દ્વારા અકસ્માતના મામલે મોટું ટ્વિસ્ટ, ફેમિલીના ડ્રાઈવરે કહ્યું – ‘કાર હું ચલાવી રહ્યો હતો..’

Contact News Publisher

પૂણેમાં પોર્શે ક્રેશ મામલે એક મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે. 17 વર્ષના આરોપીએ દાવો કર્યો છે કે દુર્ઘટનાના સમયે તે કાર ચલાવી રહ્યો નહોતો પરંતુ ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. દુર્ઘટનાના સમયે આરોપીની સાથે હાજર તેના સાથીઓએ પણ આ દાવાનું સમર્થન કર્યું છે. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી રિયલ એસ્ટેટ ડેવલોપર વિશાલ અગ્રવાલનો પુત્ર છે. પૂણેના કલ્યાણી નગરમાં પૂર ઝડપે બાઈકસવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

પોલીસનું કહેવું છે કે સગીર આરોપી નશામાં ધૂત 2.5 કરોડની સુપરકાર ડ્રાઈવ કરી રહ્યો હતો. એક દિવસ પહેલા જ પૂણેની કોર્ટે આરોપીના જામીન કેન્સલ કરી દીધા અને તેને 5 જૂન સુધી કસ્ટડીમાં મોકલી દેવાયો. મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે જુવેનાઈલ બોર્ડે આરોપીને 300 શબ્દોનો નિબંધ લખીને અને 7500 રૂપિયાના બે બોન્ડ ભરીને જામીન આપવાનો આદેશ આપ્યો હતો. જોકે વંચિત બહુજન અઘાડી પાર્ટીના ચીફ પ્રકાશ આંબેડકરે આ મામલે સવાલ ઊભા કરી દીધા.

જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં સગીર તરફથી કેસ લડનાર વકીલનું કહેવું છે કે કોઈને પણ પુખ્ત માનવામાં આવે કે નહીં એ નક્કી કરવામાં પણ બે મહિનાનો સમય લાગી શકે છે. તેમાં મનોચિકિત્સકો, સલાહકારો સહિત ઘણા રિપોર્ટ જોઈશે.