છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારાં આરોપીને सजा ए मोत

Contact News Publisher

રાપર તાલુકાનાં સઈ ગામે ગત ૧૫ મી જૂન ૨૦૧૨નાં રોજ  ગામની સીમમાં બપોરે ચાર વાગ્યાના અરસામાં વાડી પાસે ચાર નાના નાના ભૂલકાંઓ રમવા અને ન્હાવા ગયા હતા ત્યારે  પીંછાણા ગામનો દેવા ધના કોલી નામનો નરાધમ યુવક  ચાર ભુલકાં પૈકી છ વર્ષની બાળકીને ઉપાડી જઈને બળાત્કાર કરી ત્યાર બાદ વાત બહાર આવી જશે એ બીકે કે અન્ય કોઈ કારણે ફૂલ જેવી માસૂમ બાળકી ની હત્યા કરી નાંખી હતી.

ઘણાં સમય સુધી બાળકી પાછી ન ફરતાં બાળકીનાં દાદા એને શોધવા સીમમાં ગયા તો ત્યાં જે દૃશ્ય જોયું તો તેમનાં પગ નીચેથી જમીન સરકી ગઈ , ઝાડ નીચે બાળકીની લાશ પડી હતી અને ફૂલ જેવી કોમળ બાળકીનાં સંવેદનશીલ અંગો રક્તરંજીત હતા ,  બાળકીના દાદા ત્યાં પહોંચ્યા અને તેને જોઈ આરોપી દેવા કોલી નાસી ગયો હતો.

આ કેસમાં આજે અંજાર કૉર્ટે મૃતક બાળકીના દાદા, બાળ સાહેદો, FSL, ડૉક્ટર, પોલીસ વગેરેની જુબાની મળી કુલ ૨૩ જેટલાં દસ્તાવેજી પુરાવા તેમજ ૧૭મૌખિક પુરાવાના આધારે નરાધમ દેવા ધના કોલીને ફાંસીની સજા ફરમાવી છે. આ કેસમાં સરકારી વકીલ ડી.બી.જોગીએ  આરોપીને ફાંસીની સજા આપવા સુપ્રીમ કૉર્ટનો ચુકાદો રજૂ કર્યો હતો. મૂળ ફરિયાદ પક્ષ વતી એડવોકેટ ડી.જે.જોબનપુત્રાએ પણ ધારદાર દલીલો કરી હતી.

અંતે  કેસની હકીકતો અને પુરાવાને અનુલક્ષીને અંજારના અધિક સેશન્સ જજ એસ.ડી.પાંડેએ આરોપીને આઈપીસી 302 હેઠળ દેહાંતદંડ, આઈપીસી 376 હેઠળ આજીવન કેદ અને આઈપીસી 363 હેઠળ સાત વર્ષની સજા કરી છે.

ભારત સરકાર હાલ નાનકડા બાળકોના થઈ રહેલાં શારીરિક અને માનસિક શોષણ ને લઈને ચિંતિત છે અને આવા ગુન્હા માં સંડોવાયેલા નરાધમોને આકરીમાં આકરી સજા મળે તે માટે જરૂરી પગલાં પણ ભરેલ છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *