સિમ કાર્ડ અને બેંક ખાતા માટે જરૂરી નથી આધાર નંબર, જબરદસ્તી માગનારને થશે હજારો રૂપિયાનો દંડ

Contact News Publisher

જો તમે કોઈ દુકાન પર સીમ કાર્ડ લેવા માટે જાવ અને દુકાનદાર તમારી પાસે આધાર કાર્ડનો નંબર માગે તો તેને આધાર કાર્ડ આપવાની ના પાડો કારણ કે આધાર તથા અન્ય કાયદાએ 2019માં મંજૂરી આપી છે. બેંકનો અધિકારી અથવા સીમ કાર્ડ આપવા વાળો દુકાનદાર તમને આધાર નંબર આપવા પર જોર નહીં આપી શકે.

નવું બિલ આધાર કાયદા 2016 તથા અન્ય કાયદાઓમાં નવા સંશોઘનના રૂપમાં હશે અને તે 2019માં તેને લાગુ કરવામાં આવશે. આ નવા બિલને 17 જૂનથી નવા સત્રમાં લાગુ કરવામાં આવશે. આ સુઘારામાં આઘારની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આ સાથે નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 લાખ રૂપિયાથી વધારાનો દંડ ફટકારી શકાશે. હકીકતમાં નવા સુધારા અનુસાર તેનો ઉપયોગ સજાપાત્ર રહેશે, તેના માટે 10 હજાર રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે. નવા બિલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સંસદ દ્વારા કોઈપણ પ્રકારનું બંધન ન હોય તો વ્યક્તિને પોતાની ઓળખ સાબિત કરવા આધાર નંબર બતાવવા માટે મજબૂર કરવામાં આવશે નહીં.

જો કોઈ અનાધિકૃત રૂપથી સેન્ટ્રલ આઈડેન્ટિટીઝ ડેટા રિપોઝિટીરી સુધી પહોંચવા અને લોકોના આધાર ડેટા સાથે છેડછાડ કરે છે તો ત્રણ સાલથી લઈ દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. નવા બિલ મુજબ તમે બેંકમાં ખાતું ખોલાવો ત્યારે ઓળખ આપવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવશે, પણ તે સ્વૈચ્છિક હશે.

એવામાં કોઈ બેંક જબરદસ્તી તમારી પાસે આધાર નંબર નહીં માગી શકે. એકંદરે સરળ શબ્દોમાં અને અન્ય કાયદામાં બિલ, 2019 મુજબ તમે નવો મોબાઈલ નંબર મેળવવા અને બેંકનું ખાતું ખોલાવવા તમારી ઈચ્છાથી આધાર નંબર આપી શકો છો. બેંક અને દુકાનદાર તમને મજબૂર નહીં કરી શકે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *