પાકિસ્તાની જાસૂસે 98 અધિકારીઓનાં અકાઉન્ટ કર્યાં હેક, ચોર્યા મહત્વના ડેટા

Contact News Publisher

એક પાકિસ્તાની જાસૂસે ફેસબુક પર સેજલ કપૂર નામથી અકાઉન્ટ બનાવી ભારતના સેના અને વિભાગોના 98 અધિકારીઓના કમ્પ્યૂટરને હેક કર્યાં. હેકરે 2015 થી 2018 વચ્ચે ભારતીય સેના, વાયુસેના, નૈસેના, પેરામિલિટ્રી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસના 98 અધિકારીઓનાં કમ્પ્યૂટર હેક કરવાનો પ્રયત્ન કર્યો. આ સર્વરને પશ્ચિમી એશિયા દેશથી હોસ્ટ કરવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર, હેકરે પોતાના ફેસબુક અકાઉન્ટમાં પોતાને બ્રિટનની એક કંપનીમાં નોકરી કરતી યુવતી જણાવી હતી. જાસૂસનો 2018માં બ્રહ્મોસ મિસાઇલના ગોપનીય ડેટા લીકમાં પણ હાથ હતો. જાસૂસ જે માલવેયરનો ઉપયોગ કરતો હતો તેનું નામ ‘વ્હિસપર’ છે. આ માલવેયર મૈલિશિયસ સૉફ્ટવેરનું એક નાનું સ્વરૂપ છે, જેને સામાન્ય રીતે કોઇ કમ્પ્યૂઅરની એક્સેસ મેળવવા માટે કે તેને ખરાબ કરવા બનાવવામાં આવ્યું છે. સામાન્યરીતે તે યૂઝરની જાણકારી વગર કામ કરે છે. સેજલના ફેસબુક અકાઉન્ટને બ્રહ્મોસના સીનિયર સિસ્ટમ્સ મિસાઇલ પ્રોજેસ્ટ એન્જિનિયર નિશાંત અગ્રવાલની યૂપીની આતંકવાદી નિરોધી સ્ક્ચૉડ અને સૈન્ય ખુફિયા સૂચના દ્વારા ધરપકડ બાબ બંધ કરી દેવામાં આવ્યું હતું.

અગ્રવાલને ભારતીય યોજનાઓ વિશે પાકિસ્તાનની આઈએસઆઈ જાસૂસને ગોપનીય સૂચના આપવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ અને સૈન્ય ખુફિયા સૂચનાના અધિકારીઓએ આ પાકિસ્તાની મહિલા જાસૂસની પાંચ ડઝન કરતાં વધારે ચેટનો પણ ખુલાસો કર્યો છે.

પાકિસ્તાની એજન્ટે એક ચેટમાં કહ્યું, ‘વ્હિસપરને ઇન્સ્ટોલ કરો અને તમારા ડેસ્કટૉપ આઇકનને ચેક કરો, તેને ખોલો અને મને મને કોડ મોકલો. આપણે ત્યાં વાત કરશું. હું રાહ જોઇ રહી છું. ઈસ્ટોલ કર્યું? તેને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને તમારા ડેસ્કટોપ પર વ્હિસપર આઇકન દેખાશે. મને માત્ર કોડ મોકલો. ત્યારબાદ આપણે વાત કરી સકશું. તેને અનજિપ કરો અને ઇસ્ટોલ પર ક્લિક કરો. આ એક ચેટ એપ છે. જેનો ઉપયોગ યૂકેમાં અમે બધા કરીએ છીએ.’ એક ભારતીય અધિકારીએ જાસૂસને જવાબ આપતાં કહ્યું, ‘આ પ્રતિબંધિત છે. હું જ્યારે પણ તેને ઇસ્ટોલ કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે તેને પ્રતિબંધિત કરવામાં આવે છે.’

વ્હિસપર સિવાય સેજલ નામની જાસૂસ ગ્રેવિટી રૈટ નામની એપ્લીલેશનનો ઉપયોગ પણ કરતી હતી. બંને સ્ટિલ્થ મોડ પર કામ કરે છે અને સેલ્ફ અવેયર ડિટેક્શન ટેક્નિક પર કામ કરે છે. જેના કારણે કંપ્યૂટરમાં રહેલ એન્ટી માલવેયર પ્રોગ્રામ તેમને ઓળખી શકતાં નથી. એક વરિષ્ઠ ગુપ્તચર માહિતીના અધિકારીએ જણાવ્યું, ‘આ એક મૈલિશિયસ કમ્યુનિકેશન એપ છે. આ માલવેયર કમાન્ડનો ઉપયોગ કરે છે. એક હેકર પોતાની ઓળખ સંતાડવા માટે ઓછામાં ઓછાં 25 ઇન્ટરનેટ એડ્રેસનો ઉપયોગ કરી શકે છે.’

એક વરિષ્ઠ ગુપ્તચર માહિતીના અધિકારીએ જણાવ્યું, ‘કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કર્યા બાદ માલવેયર એક કોડ મોકલે છે. જેનાથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, એપ કોઇ વાયરસ કે માલવેયર નથી. ત્યારબાદ તરત જ તે કમ્પ્યૂટરના ઇમેલ અને ડાઉલલોડ દ્વારા મોકલેલ બધા જ અટેચમેન્ટને સ્કેન કરે છે, ત્યારબાદ આ બધી જ ફાઇલો, તસવીરો, માઇક્રોસોફ્ટ વર્ડ અને એક્સેલના ડેટાબેઝને સ્કેન કરે છે. પહેલાં તેની એન્ક્રિપ્શનની સત્યાપન કરે છે અને પછી તેના પાસવર્ડ જાણે છે..

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *