નાસાના સર્વરમાં પણ હેકરે મારી એન્ટ્રી, ચોરી મંગળ અભિયાનની મહત્વની જાણકારી

Contact News Publisher

નાસાએ તેનું સર્વર હેક થયું છે એવી માહિતી આપી છે. નાસાના ઓઆઈજી દ્વારા પ્રકાશિત થયેલ સાપ્તાહિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે, એપ્રિલ 2018માં હેકર્સે એજન્સીમાં અનાધિકૃત રૂપે એન્ટ્રી લીધી અને મંગળ મિશન સંબંધિત ડેટા ચોર્યા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હેકર્સે લગભગ 500 એમબી ડેટાની ચોરી કરી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એક નાનકડા ડિવાઇસ (રાસ્પબેરી પાઈ) દ્વારા નાસાના જેટ પ્રોપલ્સન પ્રયોગશાળા (જેપીએલ)ના આઈટી નેટવર્કમાં એન્ટ્રી મારી.

ઓઆઈજી દ્વારા પ્રકાશિત 49 પાનાંના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જેપીએલ નેટવર્કમાં જવા માટે હેકરે એક શેયર્ડ નેટવર્ક ગેટવેનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ હેકર એ નેટવર્ક સુધી પહોંચ્યો, જેમાં મંગળ અભિયાન સંબંધિત માહિતી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હેકરે જેપીએલ નેટવર્કમાં પ્રબેશવા માટે કોઇ બહારની સિસ્ટમની પણ મદદ લીધી છે.

હેકરે સેટેલાઇટ નેટવર્કમાં પણ કરી એન્ટ્રી
નાસાના જેપીએલ વિભાગનું મુખ્ય કામ સૂર્ય મંડળમાં ગ્રહોની પરિક્રમા કરતા ઉપગ્રહો અને વિવિધ સેટેલાઇટ્સ પર નજર રાખવાનું છે. આ સિવાય જેપીએલ નાસાના ડીએસએસ એટલે કે ડીપ સ્પેસ નેટવર્કને પણ મેનેજ કરે છે. ઉલ્લેખનિય છે કે, ડીપ સ્પેસ નેટવર્ક દુનિયાભરમાં રહેલ સેટેલાઇટ ડિશનું નેટવર્ક છે, જેનો ઉપયોગ નાસાના અંતરિક્ષ યાનથી સિગ્નન મોકલવા અને મેળવવા માટે થાય છે.

રિપોર્ટ તપાસનાર અધિકારીઓએ જણાવ્યું કે, જેપીએલના મિશન નેટવર્ક સુધી પહોંચવાની સાથે હેકર એપ્રિલ, 2018માં જેપીએલના ડીએસએબ આઈટી નેટવર્ક સુધી પણ પહોંચ્યો. ત્યાં હેકરે જેપીએલ અને ડીએસએન સાથે ઘણાં કનેક્ટેડ નેટવર્કને ડિસ્કનેક્ટ પણા કર્યાં. હવે એ ડર પણ છે કે, ક્યાંક આ હેકર મુખ્ય સર્વરમાં પણ ન પ્રવેશી જાય!

આ હેકિંગ ચીનની APT10 ટીમે તો નથી કરી ને?
વર્ષ 2018ના ડિસેમ્બરમાં અમેરિકન ન્યાય વિભાગે બે ચીની નાગરિકો પર ક્લાઉડ પ્રોવાઇડર, નાસા અને અમેરિકી નૌસેનાને હેક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ બંને નાગરિકો ચીની સરકારના હેકિંગ યૂનિટ APT10માં કામ કરે છે. એટલે જ એમ માનવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ 2018ના હેકિંગમાં પણ APT10 ટીમનો હાથ હોઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, નાસાએ ડિસેમ્બર 2018માં એક બીજા હેકિંગની માહિતી પણ આપી હતી, જે ઓક્ટોબર 2018માં થયું હતું. આ હેકિંગમાં નાસાના કર્મચારીઓની પર્સનલ માહિતીની ચોરી કરવામાં આવી હતી..

 

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *