અબડાસા તાલુકાનું બારા ગામ બેટ માં ફેરવાયું , ડેમની દિવાલ તૂટવાનો ભય

Featured Video Play Icon
Contact News Publisher

આઝાદીના 70 વર્ષ પછી પણ આજે ભારતના ગામડા પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ,રોડ-રસ્તા લાઈટ આ સુવિધાઓ આજે પણ ગામડા ઝંખી રહ્યા છે .
ચૂંટણીટાણે લોકપ્રતિનિધિઓ મોટા મોટા વાયદા કરે છે પરંતુ દર વખતની જેમ લોક પ્રતિનિધિ અહીં દેખાતા નથી ,સરકારી તંત્રની ઉદાસીનતા પણ ક્યાંક છતી થયા કરે છે .

આવી જ સ્થિતિ અબડાસા તાલુકાના બારા ગામમાં જોવા મળી છે. વરસાદના કારણે આ બારા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, બહારના લોકો અંદર નથી આવી શકતા અને અંદરનાં લોકો બહાર જઇ શકતા, whatsapp અને ટેલિફોનથી લોકો એકબીજાની ખબર અંતર પૂછી રહ્યા છે.
મુખ્ય માર્ગો ઉપર પુલ બનાવવા જોઈએ, નદી ઉપર પુલ બનાવવા જોઈએ ,આ બધી જ વાતનો છેદ આ બારા ગામમાં અત્યારે ઊડી ગયો છે, છેલ્લા કેટલાક વર્ષોથી વીજ થાંભલાઓ ક્યાંક નદીમાં પડેલા જોવા મળે છે, અને મોટા થાંભલાઓ જો આ વરસાદમાં ડેમની નજીક જે છે એ પડશે તો તેમની દીવાલને નુકસાન થવાનો ભય પણ ગ્રામજનો વ્યક્ત કર્યો છે, જો વીજથાંભલા ડેમની દિવાલ ઉપર પડે તો તેમની દિવાલને નુકસાન થઈ શકે છે, અને જો એમ થાય તો ગામની પરિસ્થિતિ વધુ વણસી શકે છે
બારા ગામની સ્થિતિ વધુ વણસે એ પહેલાં તંત્ર યોગ્ય પગલાં ભરે એ ઇચ્છનીય છે ,લોકપ્રતિનિધિઓ પણ આ બારા ગામના લોકોનાં ખબર અંતર પૂછે એ જરૂરી બન્યું છે.

ટેલીફોન ઉપર મા આશાપુરા ન્યૂઝ ના અબડાસા પ્રતિનિધિ રમેશ ભાનુશાલીએ ગામના રહેવાસી મનજીભાઈ ભાનુશાલી સાથે વાત કરી ત્યારે તેમણે શું હકીકત જણાવી ,એ માટે જુઓ આ વીડિયો..

વિડિઓ : જગદીશ ભાનુશાલી .
અહેવાલ : રમેશભાઈ ભાનુશાલી.
એડિટિંગ : એચ.આર.

Youtube : maa news live
Whatsapp : 94287 48643

1 thought on “અબડાસા તાલુકાનું બારા ગામ બેટ માં ફેરવાયું , ડેમની દિવાલ તૂટવાનો ભય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *