કચ્છમાં 300 મજૂરો પાણીમાં ફસાયા : અને શરૂ થયું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

Featured Video Play Icon
Contact News Publisher

સામખીયારી અને કોઠારા બાદ એન.ડી.આર.એફ.ની કામગીરી હાજીપીર રણમાં પણ કચ્છનાં લોકોએ જોઈ.
ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં હાજીપીરનાં રણ વચ્ચે આવેલી એક કંપનીમાં 300 મજૂરો પાણીની વચ્ચે બરાબર ફસાય છે ,અને સામે ઘૂઘવતો વરસાદી સાગર , કોઈનો પણ સંપર્ક ન થઈ શકે એવી પરિસ્થિતિમાં બેટમાં ફેરવાઈ ગયેલી આ કંપની.
અને ત્યાર બાદ શરૂ થાય છે રેસ્ક્યુ ઓપરેશન, કચ્છ એસપી સૌરભ તોલંબિયા સ્થળ ઉપર પહોંચી અને સ્થિતિની ગંભીરતા જોઈ તરત જ રાજ્ય સરકારને જાણ કરે છે, કચ્છ કલેક્ટરને જાણ કરે છે .
અને તરત જ શરૂ થાય છે રેસ્ક્યુ ઓપરેશન, જામનગર એરફોર્સથી ખાસ હેલિકોપ્ટરો બોલાવવામાં આવે છે ,NDRF ની ટીમ તેનાત કરવામાં આવે છે, પોલીસ અને સ્થાનિક લોકોને જાણ કરી અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવે છે .
કોઈ હિન્દી ફિલ્મ મુવી ની જેમ દિલ ધડક ઓપરેશન શરૂ થાય છે, ૩૦૦ મજુરો માંથી સો થી વધારે આ કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત અને લેવામાં આવે છે, પણ વિકટ પરિસ્થિતિ એ ઊભી થઈ કે હેલિકોપ્ટર લેન્ડિંગ ક્યાં કરવું ? જે જગ્યાએ કમ્પનીનાં કર્મચારીઓને ઉતારવાના હતાં ત્યાં કોઈ જમીન જેવું હતું જ નહીં , માત્ર એક નાનકડા રોડ જેટલી જગ્યાએ હેલિકોપ્ટર ઉતારવામાં આવે છે, આમ રેસ્ક્યુ ઓપરેશનનાં મોટા રિસ્ક બાદ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાય છે.
ત્યાર બાદ અમુક લોકોને NDRF રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ દ્વારા સુરક્ષિત સ્થળે લેવામાં આવે છે.
આ સમગ્ર ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું તે જોવા માટે જુઓ આ વીડિયો .

વિડિઓ સૌજન્ય : સ્થાનિક લોકો – હાજીપીર.

મોકલનાર : પરેશ જોશી – ગોધરા કચ્છ.

અહેવાલ : જામ જયમલસિંહ એ.બી. જાડેજા.

મા આશાપુરા ન્યુઝ ,
હાજીપીર – કચ્છ.

Youtube : maa news live.
Android app : maa news (free at Playstore).
Whatsapp : 94287 48643
97252 06127

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *