અબડાસાનું બારા ગામ ચાર દિવસથી સંપર્ક વિહોણું : રાશનની સામગ્રીના પણ હવે વાંધા

Contact News Publisher

બારા ગામની હાલત તમામ બાજુથી કફોડી બની છે. બારા ગામના લોકો માટે જાણે વરસાદ આફત લઇને આવ્યુ છે. ગામની પાપડી તુટી જતા વાહન-વ્યવહાર ઠપ છે. નદીથી લઇને ગામ સુધી વીજ થાંભલા તુટી ગયા છે. ડીપી પડુપડુ છે. ગામમાં છેલ્લા ચાર દિવસથી વીજ પ્રવાહ બંધ છે. પાણી યોજનાના વીજ થાંભલા ધરાશાયી થયા છે. પાણી યોજનાની લાઇનો નદીમાંથી નિકળી ગઇ છે.
નદીકાંઠે આવેલા તમામ વાડી-ખેતરોનું ધોવાણ થઇ ગયું છે. અનેક કૂવા તુટી પડ્યા છે. ગામના તળાવમાં પણ ગાબડું પડ્યુ હતું જે યુવાનોએ રીપેર કર્યુ છે. ગામના જીવાદોરી સમાન વેઘડી ડેમની પાપડીમાં ગાબડું પડ્યુ હતુ. તે પણ ગ્રામજનોએ હંગામી ધોરણે રીપેર કર્યું છે. જે તાત્કાલિક મરંમતની માંગ ઉઠી છે. વાવણી કરાયેલો તમામ પાક ધોવાઇ જતા પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગામમાં રાશનની સામગ્રી પણ સમાપ્ત થઇ ગઇ છે. તો ઢોર માટે ઘાસ-ચારો પણ સમાપ્ત થઇ ગયો છે. જેના પગલે તાત્કાલિક નદીની પાપડી રીપેર કરવા માંગ ઉઠી છે. ગામાં કોઇ બિમાર પડે તો અહી વાહનો આવી શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *