પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલી !! વાસણભાઈ આહીર, રાજેન્દ્રસિંહ અને માહિતી ખાતાનો બફાટ..

Contact News Publisher

રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે માંડવી તાલુકાના બિદડા ગામે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ હેઠળ કૃષિમેળો-વ-પાક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બિદડા મુકામે કડવા પાટીદાર સમાજવાડીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ દ્વારા કચ્છના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ લક્ષી આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવા સાથે વિવિધ સ્ટોલ દ્વારા ખેત ઇનપુટ્સ અને ખેતસામગ્રીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.


આ સમાચાર માહિતી ખાતા તરફ થી તા. 10-8-2019ના રોજ તમામ પ્રેસ મીડિયાને મોકલવામાં આવ્યા હતાં. પરંતુ ચર્ચાનો મુદ્દો એ બન્યો છે કે હાલમાં વાસણભાઈ આહીરની એક કથિત ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે અને તેમાં તેઓ ભારતના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલી આપતા નજરે પડે છે અને તેમના કામોને યાદ કરીને અંજલિ આપતા નજરે પડે છે. ત્યારબાદ તેમનું અનુકરણ કરતાં હોય તેમ માંડવી ભાજપનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભાએ પણ સુષ્મા સ્વરાજની સાથે સાથે અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. આ ઘટનાના કથિત વિડીયો સોશ્યલ મીડિયામાં હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે પરંતુ મોટી વાત તો એ છે કે માહિતી ખાતા તરફ થી મળતી માહિતી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા મારફતે લોકો સુધી પહોચતી હોય છે ત્યારે માહિતી ખાતાએ પણ બફાટ કર્યો છે અને લખ્યું છે કે,

“કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો અને ખેડૂત ભાઇ- બહેનોએ પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીના દુઃખદ અવશાન બદલ ઊભા રહીને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંસુમન અર્પણ કર્યાં હતા.”

હજુ વિશ્વાસ નથી આવતો આપને? તો સાંભળો વાસણભાઇ આહિર અને માંડવી ભાજપનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભાના અવાજમાં આ શબ્દો નીચેની આ ઓડિયો ક્લિપમાં

હવે માહિતી ખાતા તરફ થી મળેલી પ્રેસ નોટમાં પણ જે લખવામાં આવ્યું છે તે પણ આપની સમક્ષ મૂકીએ છીએ..

BEEDADAA-KRUSHI MELO OPENED-Pressnote-10-08-2019

હવે આપ જ વિચારી શકો છો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને તા. 10-8-2019 ના રોજ જ નીચે મુજબનું નિવેદન આપે છે અને ભાજપના જ રાજ્યમંત્રી, તાલુકાનાં મહામંત્રી અને માહિતી ખાતા તરફ થી જો આવી વાતો સાંભળવા મળતી હોય તો શું કરવું???

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *