ભુજના કનૈયાબેમાં ૧૫ વર્ષીય સગિરાનું જાતીય શોષણ : ગામના જ પરિણીત શખ્સ સામે ફરિયાદ

Contact News Publisher

ભુજ,તા.૨૧: ભુજના કનૈયાબે ગામના પરિવારે તેમની ૧૫ વર્ષીય દીકરીનું બળજબરીથી શારીરિક શોષણ કરી રહેલા ગામના જ પરિણીત યુવાન સામે પોલીસ ફરિયાદ કરી છે.

સગીરાના પિતાએ પધ્ધર પોલીસ સ્ટેશનમાં કનૈયાબે ગામના યુવાન મામદ હસન હાસમ શેખ વિરૂદ્ઘ કરેલી ફરિયાદને પગલે પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી પરિણીત છે અને તેણે સગીરાને તેમ જ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચર્યું હતું. પીએસઆઇ વી.એચ. ઝાલા આ કિસ્સાની તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *